પોસ્ટ્સ

એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધોવા નાખેલ જીન્સનું ગીત

છબી
આજે  જ્યારે મારા ધોવાયેલા બ્લુ જીન્સ ના ખિસ્સા માંથી ધોવાઈ ગયેલો મારો પ્રેમ પત્ર મળ્યો ત્યારે અચાનક યાદ આવ્યું આ ચંદ્રકાંત શાહ નું  " Blue Jeans "  . ચંદ્રકાંત શાહ ખુબજ જાણીતા કવિ, દિગ્દર્શક અને ફોટોગ્રાફર છે. ચંદ્રકાન્ત શાહ એ તારક મહેતાના જમાઈ છે. આ કૃતિનું નામ છે "ધોવા નાખેલ જીન્સનું ગીત" "The Denim that we wear" મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલા નો ટહુકો સાંભળીને તું મને આપે કે,  તું  જીન્સ મારું પહેરે ને ઓચિંતો સાવ તને જડે એમ   મેં જ મારા હાથે રાખેલું એવું કંઈક. મળે જમણાં ખિસ્સામાં એક સુકો પડેલ બોર ચણીયા નો ઠળિયો ચાખીને તને આપેલ  કે ચગળી શકું  જો તને આખેઆખી તો કેવું લાગે ?  એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઈક. રોજ રોજ નવી નવી પાંખો ને પહેરવાની ઇચ્છાથી  પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલુ ડેનિમ આકાશ જરા વેતરી ને....  જરા વેતરી ને માપસર કાતરીને સોનવોશ ધોઈ કરી   લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ  જેવો આપણો સંબંધ.... પહેલવેલી વાર તારો હાથ ...