પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

છબી
આજ ની અટલ એક્સપ્રેસ , કિડસ સિટી , કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય , બાલવાટિકા , લેસર શો , નૌકા વિહાર અને ચોળાફળી માટે જાણીતાં અમદાવાદ શહેર ના મણિનગર વિસ્તાર માં આવેલા કાંકરીયા તળાવ ની અજાણી વાતો ની સફરે.. . તળાવ માં પાણીની આવક માટેના દરવાજા અને નગીનાવાડી સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ એટલે કે આજના આસ્ટોડિયા ના આશા ભીલને હરાવી ને કર્ણાવતી નગરી ની સ્થાપના કરી જે આજનું મણીનગર . કર્ણદેવ સોલંકીએ પોતાના નામ પરથી કર્ણાવતી નગર અને તેની બાજુમાં “ કર્ણસાગર ” તળાવ બંધાવ્યું . એ “ કર્ણસાગર ” તળાવ એટલે જ આજ નું આપણું કાંકરિયા તળાવ . પરંતુ મોગલ સલ્તનતના પગ-પેસારા સાથે જ ઇતિહાસે પણ પાનું ઉથલાવ્યું અને કર્ણાવતી નગર અને કર્ણસાગર તળાવ તેની નીચે ધરબાઈ ગયા અને જન્મ થયો અમદાવાદનો.   કાંકરિયા તળાવ પાસે આવેલી તકતી પર લખ્યું છે તે મુજબ કાંકરિયા તળાવ નું કામ મહમ્મદ શાહ બીજાના સમયમાં શરૂ થયું અને કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજાના સમયમાં એટલે કે ઇ.સ. ૧૪૫૧   માં પૂરું થયું .   કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજા એ આ તળાવનું નામ પોતાના નામ પર થી "હોજ-એ - કુતુબ" એવું આપ્યું . એક લોકવ...

Episode -3 મારી નજરે અમદાવાદ.... હસતી બીબી નો ગોખલો

છબી
  હસનાર અને હસાવનાર સૌને ગમે !!! એવું કહેવાય છે "હાસ્ય કલાકાર ક્યારેય મરતો નથી એ તો સૌના સ્મૃતિપટ પર અમર થઈ જાય છે ." આજથી પાંચસો વર્ષ પહેલા અમદાવાદના રાજ કુટુંબમાં એક 👰"હસતી બીબી"👰 થઈ ગયા જે હજરત બિન  અબુદુલ્લાઅ અલ ઇદરસ નામના સુફી સંતના કુટુંબથી હતા.  અલ્લાહે બીબી ને જાદુઈ શક્તિ આપી હતી કે કોઈ પણ રડતા બાળકને બીબી પોતાના હાથમાં લે એટલે તે રડવાનું બંધ કરીને શાંત થઈ જાય અને હસવા માંડે. આ આસ્થા ને લઈને આજે પણ કોઈ બાળક થોડું સૂન-મૂન અથવા તો ઢીલું - પોચું થાય ત્યારે બાળકના માતા-પિતા તેને લઈને આવે છે આ હસતી બીબી પાસે. હા , આજે હસતી બીબી તો નથી પરંતુ તેનો ગોખલો જરૂર છે. રડતાં બાળકનું માથું ગોખલા પાસે અડાડીને બાળકને ગોખલો બતાવે છે અને બાળકો રડવાનું બંધ કરી દે છે. હસતી બીબીનો ગોખલો કંઈ મોટું સ્થાપત્ય નથી પરંતુ સાદા આરસ માંથી બનાવેલો નાનો ગોખલો છે અને તેની અંદર માટીના કોડિયામાં દીવો પ્રગટાવેલો છે.  Hasti Bibi no Gokhalo : Laughing lady પરંતુ અહીં વાત છે આસ્થા ની. કંઇક તો સત્ય રહેલું જ હશે ને .... તેથી જ તો ૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં પણ તેનું મહત્વ આજદિન સુધી...

Episode -2 મારી નજરે અમદાવાદ.... માણેકચોક થી માણેક બુરજ સુધી

છબી
  દિવસે સોના - ચાંદી નાં વેપારીઓ થી ઝગમગતું અને રાત્રે ખાણી-પીણી નાં રસિયાઓ થી ઉભરાતું બેવડું બજાર એટલે માણેક ચોક. આપણા સૌ માટે જાણીતા માણેકચોકની  એક  અજાણી વાત . એ માટે આપણે આજથી ૬૦૦ વર્ષ પહેલાના ઇતિહાસના સાક્ષી થવું પડશે. અહેમદશાહ  બાદશાહે જ્યારે અમદાવાદની ફરતે દિવાલ એટલે કે કોટ ચણાવવા નું કામ કરાવતા હતા ત્યારે દિવસે બનાવેલો કોટ રાત્રે તૂટી જતો હતો અને આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું . માણેકનાથ બાબા એક સિદ્ધ સંત હતા તે દિવસ દરમિયાન ચાદર ને વણતા અને રાત્રે એ ચાદરમાંથી એક તારને ખેંચીને આખી ચાદર ખોલી નાખતા અને તેની સાથે જ દિવસ દરમિયાન ચણાયેલો કોટ પણ તૂટી જતો. બાદશાહ ને કઈ ખબર પડતી ન હતી કે આવું શા માટે થઇ રહ્યું છે એટલે તેણે સરખેજના સૂફી સંત પાસે પોતાની આ વાત જણાવી ત્યારે સૂફી સંતે તેને માણેકનાથ બાબા ને મળવાની સલાહ આપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહ માણેકનાથ બાબા ને મળ્યા અને પોતે ચમત્કારી છે તે સાબિત કરવા માટે તેમને “ કરવડા ” એટલે કે જગ માં સમાઈ જવા માટે કહ્યું.   બાબા પોતાની ચમત્કારી શક્તિથી જગ ની અંદર સમાઈ ગયા અને એ સાથે જ બાદશાહે જગ નુ ઢાંકણ અને ન...

Episode -1 મારી નજરે અમદાવાદ...."આસ્ટોડિયા"

છબી
  આજે મારે અમદાવાદના એવા સ્થળોની વાત કરવી છે કે જે સ્થળને તમે જાણ્યા છે છતાં પણ તેનાંથી અજાણ્યા છો . અમદાવાદ ની વાત આવે એટલે લોકોના મનમાં જાત જાતની વાતો યાદ આવે . અમદાવાદના દરવાજા , અમદાવાદના બગીચા , અમદાવાદની પોળો , અમદાવાદની શાળાઓ , અમદાવાદની બજારો , અમદાવાદ ની મસ્જિદો , અમદાવાદના મંદિરો , અમદાવાદની મિલો , અમદાવાદી ખાણું અને અમદાવાદી નાણું . પણ આજે એક અમદાવાદી તરીકે અમદાવાદની સફર એક નવી નજરે કરા વ વી છે જે શ્રેણી નું નામ છે  "મારી નજરે અમદાવાદ ...." ૬૦૦ વર્ષ થી પણ વધુ વર્ષો નો વિરલ વારસો લઈને અડીખમ ઉભું છે મારૂ અમદાવાદ. ચાલો લઈ જાવ તમને અમદાવાદની અદભુત અને અવિસ્મરણીય સફરે. આજ થી ૬૦૦ વર્ષ પહેલા એટલે કે ઈ.સ. ૧૪૧૧ ની આજુબાજુ જ્યારે અહેમદશાહ બાદશાહ ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ તરફથી દક્ષિણમાં આવતા હતા ત્યારે સાબરમતી નદીના કિનારે જોયું કે સસલા નાં ટોળાંએ કૂતરા પર હુમલો કરીને કુતરા ને ભગાડી દીધા. આવી સસલાંની આક્રમક વૃત્તિને જોઈ ને સુલતાન પ્રભાવિત થઈ ગયા અને એ જ ક્ષણે અહમદશાહે પોતાનાં કાફલાને ત્યાં રોક્યો અને છાવણી સ્થાપી. અને નંખાયો અમદાવાદ શહેરનો પાયો . ...

Salt to Salary

છબી
પ્રિય દોસ્તો!!!! આજે મારે તમારી સાથે મીઠાની મીઠાશ ભરી વાતો કરવી છે. મીઠું સ્વાદે તો ખારું હોય છે તો  પણ તેને આપણે મીઠું કહીએ છીએ કેવું નહીં ????           મીઠું સુકાઈ ગયેલા સમુદ્ર તટો અને ધરતીના પેટાળમાં રહેલા ક્ષારો તથા મૃત સજીવ ની મદદથી બનેલા ખનીજો માંથી પ્રાપ્ત થાય છે અલબત્ત માણસ મીઠાનો ઉપયોગ પશુઓ પાસેથી શીખ્યો છે. કેટલાક પશુઓ નાં માંસના નમકીન સ્વાદની સાથે સાથે તેમની નકલ વડે  ઇન્સાન એ ખડકોમાંથી મીઠાના પોપડા કોતરીને મીઠાના ઉપયોગની શરૂઆત કરી છે. ભારતીય સંસ્કૃતિ સાથે મીઠું કંઈક અલગ રીતે જ ઓળઘોળ થયેલ છે. અહીં મીઠાને "લુણ" કહેવામાં આવે છે.  "લુણ"  નો બીજો અર્થ થાય છે "કરજ" અથવા "લેણું".  અહીં લગ્નમાં બહેન ભાઈનું લેણું ઉતારતી હોય તેમ લુણ ઉતારવા નો રિવાજ છે તેથી જ દીકરીઓને "લુણવંતી" કહેવામાં આવે છે.  એકાદી આડ વાત કરી દવ જો આપણા ઘરની દિવાલોમાં પણ પાણી નો ભેજ આવે તો દિવાલ પર આપણે લૂણો લાગ્યો છે એમ કહીએ છીએ તે પણ એક પ્રકારનું મીઠું જ છે. ભૂતકાળમાં  મીઠા ની અસાધારણ ઉપયોગીતા ને જોઈને જ ત...

ધોવા નાખેલ જીન્સનું ગીત

છબી
આજે  જ્યારે મારા ધોવાયેલા બ્લુ જીન્સ ના ખિસ્સા માંથી ધોવાઈ ગયેલો મારો પ્રેમ પત્ર મળ્યો ત્યારે અચાનક યાદ આવ્યું આ ચંદ્રકાંત શાહ નું  " Blue Jeans "  . ચંદ્રકાંત શાહ ખુબજ જાણીતા કવિ, દિગ્દર્શક અને ફોટોગ્રાફર છે. ચંદ્રકાન્ત શાહ એ તારક મહેતાના જમાઈ છે. આ કૃતિનું નામ છે "ધોવા નાખેલ જીન્સનું ગીત" "The Denim that we wear" મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલા નો ટહુકો સાંભળીને તું મને આપે કે,  તું  જીન્સ મારું પહેરે ને ઓચિંતો સાવ તને જડે એમ   મેં જ મારા હાથે રાખેલું એવું કંઈક. મળે જમણાં ખિસ્સામાં એક સુકો પડેલ બોર ચણીયા નો ઠળિયો ચાખીને તને આપેલ  કે ચગળી શકું  જો તને આખેઆખી તો કેવું લાગે ?  એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઈક. રોજ રોજ નવી નવી પાંખો ને પહેરવાની ઇચ્છાથી  પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલુ ડેનિમ આકાશ જરા વેતરી ને....  જરા વેતરી ને માપસર કાતરીને સોનવોશ ધોઈ કરી   લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ  જેવો આપણો સંબંધ.... પહેલવેલી વાર તારો હાથ ...