ધોવા નાખેલ જીન્સનું ગીત

આજે  જ્યારે મારા ધોવાયેલા બ્લુ જીન્સ ના ખિસ્સા માંથી ધોવાઈ ગયેલો મારો પ્રેમ પત્ર મળ્યો ત્યારે અચાનક યાદ આવ્યું આ ચંદ્રકાંત શાહ નું "Blue Jeans.

ચંદ્રકાંત શાહ ખુબજ જાણીતા કવિ, દિગ્દર્શક અને ફોટોગ્રાફર છે. ચંદ્રકાન્ત શાહ એ તારક મહેતાના જમાઈ છે.

આ કૃતિનું નામ છે "ધોવા નાખેલ જીન્સનું ગીત"

"The Denim that we wear"


મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલા નો ટહુકો સાંભળીને તું મને આપે કે,
 તું  જીન્સ મારું પહેરે ને ઓચિંતો સાવ તને જડે એમ  
મેં જ મારા હાથે રાખેલું એવું કંઈક.
મળે જમણાં ખિસ્સામાં એક સુકો પડેલ બોર ચણીયા નો ઠળિયો
ચાખીને તને આપેલ  કે ચગળી શકું 
જો તને આખેઆખી તો કેવું લાગે ? 
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઈક.

રોજ રોજ નવી નવી પાંખો ને પહેરવાની ઇચ્છાથી 
પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલુ ડેનિમ આકાશ જરા વેતરી ને.... 
જરા વેતરી ને માપસર કાતરીને સોનવોશ ધોઈ કરી  
લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ  જેવો આપણો સંબંધ....

પહેલવેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નય ક્યાંય સુધી કશું બોલે નહીં 
પછી દુનિયા આખીએ એવી નર્વસ થયેલ કે હથેળીનો પરસેવો આપડે લુછેલ...
 એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજેય પણ એવા અકબંધ. 
લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ  જેવો આપણો સંબંધ.

મળે નીચેની  ફોલ સહેજ ખોલતાં
 અધધધ.....
રેતી નો દરિયો ....
દરિયાના તળિયે ને  છિપલા ની વચ્ચેથી હું તને મળીશ એમ માની તે દરિયો ઊલેચે.
  ને દરિયા અને તારો અવતાર એક ધારી હું દરિયાના પાણીને ઘટઘટાટ પી ગયેલ એવું કંઈક.

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલા નો ટહુકો કે એવું કંઈક.
મળે જમણાં ખિસ્સામાં એક સુકો પડેલ બોર ચણીયા નો ઠળિયો કે એવું કંઈક.

ગોઠણ થી સહેજ સહેજ ફાટેલા જીન્સ માંથી દેખી શકાય એક દૂરદૂર લંબાતો રસ્તો 
અને પછી સાંભળી શકાય કાવાસાકી નો કલશોર 
ને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં સાવ મને ભીંસીને બેઠેલી તું....
ને પછી હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું.

કાઉબોય ની જેમ મારુ તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું. 
ઝીણી વ્હીસલ તારા કાનમાં વગાડવી ને  ડીચકાવ ડીચકાવ તને ચૂમવું.  
રોજ તને રફટફ ચાહવું કે તને મળવા અશ્વ ની જેમ દોડી આવવું 
એ બધું તો મારે સ્વભાવગત...
એ બધું તો મારે સ્વભાવગત અને ઉપરથી તારા ફેંકાયેલા કીસો માં હંમેશા વિટાંતો ખીંટાતો હું...
ને પછી હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું.

કાઉબોય ની જેમ મારુ તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું. 
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલા નો ટહુકો કે એવું કંઈક.
મળે જમણાં ખિસ્સામાં એક સુકો પડેલ બોર ચણીયા નો ઠળિયો કે એવું કંઈક.
મળે નીચેની  ફોલ સહેજ ખોલતાં અધધધ...ધધધ રેતી નો દરિયો કે એવું કંઈક.
મળે છેલ્લા ખીસ્સામાં એક ઈચ્છા ને બે વાતોને ને પIછી અણધારી મળે તું.
એવું કંઈક........


"ચંદ્રકાંત શાહ"

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો