આપણો માસ્તર...
સૌપ્રથમ તો આજના શિક્ષકદિનની સૌને શુભકામનાઓ....
એક પ્રશ્ન પૂછું કે આપણા સૌથી સાચા અને નજીકના શિક્ષક કોણ?
અત્યારે આપણા મનમાં અલગ અલગ શિક્ષકોના નામ અને તેની સ્મૃતિ તાજી થવા લાગી હશે... સાચું ને?
પરંતુ અત્યાર સુધીના મારા અનુભવ પરથી એમ લાગ્યું કે આપણા સાચા અને સૌથી નજીકના શિક્ષક હોય તો તે છે.
આપણું "અંતરમન".
![]() |
| અંતરમન |
કારણ કે આપણી સાચી છબી તો એ જ જાણે છે. આપણે શું છીએ ને શું કરી શકીએ તેમ છે અને કોના થી કેટલું છુપાવીએ છીએ. બહારના લોકો સાથેનો આપણો વ્યવહાર કેવો છે અને બીજા સાથે આપણે અંદરથી કેવા છીએ.
જો આપણા નજીકના શિક્ષક પાસે આપણે સલાહ માંગીએ તો કોઈ સંદેહ ની વાત નથી કે તે આપણા માટે ખરાબ વિચારે પરંતુ આપણે કેટલા સાચા થઈને સલાહ માંગીએ છીએ તેના પર બધા પરિણામનો આધાર છે.
પરંતુ આપણા મન પાસે તો આપણી ખુલ્લી કિતાબ છે. આપણા મનથી તો કંઈ છૂપું છે જ નહીં.
બસ માત્ર આપણે આપણો પ્રશ્ન કે મૂંઝવણ તેની સામે રાખવાની છે અને માત્ર શાંતિથી રાહ જોવાની છે સામેથી જવાબ મળે તેની.
પરંતુ આજના ધાંધલ-ધમાલ ના સમયમાં આપણી શાંતિ આપણે ખોઈ બેઠા છીએ જેના કારણે આપણા માટે સૌથી શ્રેષ્ઠ શું છે તે જાણી શકતાં નથી.
તો મિત્રો થોડા ધીમા પડો...
થોડા શાંત થાવ...
તમારો માસ્તર (શિક્ષક) તમને કંઈક કહેવા માંગે છે.....

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો