Salt to Salary
પ્રિય દોસ્તો!!!! આજે મારે તમારી સાથે મીઠાની મીઠાશ ભરી વાતો કરવી છે. મીઠું સ્વાદે તો ખારું હોય છે તો પણ તેને આપણે મીઠું કહીએ છીએ કેવું નહીં ???? મીઠું સુકાઈ ગયેલા સમુદ્ર તટો અને ધરતીના પેટાળમાં રહેલા ક્ષારો તથા મૃત સજીવ ની મદદથી બનેલા ખનીજો માંથી પ્રાપ્ત થાય છે અલબત્ત માણસ મીઠાનો ઉપયોગ પશુઓ પાસેથી શીખ્યો છે. કેટલાક પશુઓ નાં માંસના નમકીન સ્વાદની સાથે સાથે તેમની નકલ વડે ઇન્સાન એ ખડકોમાંથી મીઠાના પોપડા કોતરીને મીઠાના ઉપયોગની શરૂઆત કરી છે. ભારતીય સંસ્કૃતિ સાથે મીઠું કંઈક અલગ રીતે જ ઓળઘોળ થયેલ છે. અહીં મીઠાને "લુણ" કહેવામાં આવે છે. "લુણ" નો બીજો અર્થ થાય છે "કરજ" અથવા "લેણું". અહીં લગ્નમાં બહેન ભાઈનું લેણું ઉતારતી હોય તેમ લુણ ઉતારવા નો રિવાજ છે તેથી જ દીકરીઓને "લુણવંતી" કહેવામાં આવે છે. એકાદી આડ વાત કરી દવ જો આપણા ઘરની દિવાલોમાં પણ પાણી નો ભેજ આવે તો દિવાલ પર આપણે લૂણો લાગ્યો છે એમ કહીએ છીએ તે પણ એક પ્રકારનું મીઠું જ છે. ભૂતકાળમાં મીઠા ની અસાધારણ ઉપયોગીતા ને જોઈને જ ત...