Episode -3 મારી નજરે અમદાવાદ.... હસતી બીબી નો ગોખલો
હસનાર અને હસાવનાર સૌને ગમે !!! એવું કહેવાય છે "હાસ્ય કલાકાર ક્યારેય મરતો નથી એ તો સૌના સ્મૃતિપટ પર અમર થઈ જાય છે ." આજથી પાંચસો વર્ષ પહેલા અમદાવાદના રાજ કુટુંબમાં એક 👰"હસતી બીબી"👰 થઈ ગયા જે હજરત બિન અબુદુલ્લાઅ અલ ઇદરસ નામના સુફી સંતના કુટુંબથી હતા. અલ્લાહે બીબી ને જાદુઈ શક્તિ આપી હતી કે કોઈ પણ રડતા બાળકને બીબી પોતાના હાથમાં લે એટલે તે રડવાનું બંધ કરીને શાંત થઈ જાય અને હસવા માંડે. આ આસ્થા ને લઈને આજે પણ કોઈ બાળક થોડું સૂન-મૂન અથવા તો ઢીલું - પોચું થાય ત્યારે બાળકના માતા-પિતા તેને લઈને આવે છે આ હસતી બીબી પાસે. હા , આજે હસતી બીબી તો નથી પરંતુ તેનો ગોખલો જરૂર છે. રડતાં બાળકનું માથું ગોખલા પાસે અડાડીને બાળકને ગોખલો બતાવે છે અને બાળકો રડવાનું બંધ કરી દે છે. હસતી બીબીનો ગોખલો કંઈ મોટું સ્થાપત્ય નથી પરંતુ સાદા આરસ માંથી બનાવેલો નાનો ગોખલો છે અને તેની અંદર માટીના કોડિયામાં દીવો પ્રગટાવેલો છે. Hasti Bibi no Gokhalo : Laughing lady પરંતુ અહીં વાત છે આસ્થા ની. કંઇક તો સત્ય રહેલું જ હશે ને .... તેથી જ તો ૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં પણ તેનું મહત્વ આજદિન સુધી...