Episode -1 મારી નજરે અમદાવાદ...."આસ્ટોડિયા"
આજે મારે અમદાવાદના એવા સ્થળોની વાત
કરવી છે કે જે સ્થળને તમે જાણ્યા છે છતાં પણ તેનાંથી અજાણ્યા
છો.
અમદાવાદ ની વાત આવે એટલે લોકોના મનમાં
જાત જાતની વાતો યાદ આવે.
અમદાવાદના દરવાજા, અમદાવાદના
બગીચા, અમદાવાદની પોળો, અમદાવાદની શાળાઓ, અમદાવાદની બજારો, અમદાવાદ ની મસ્જિદો, અમદાવાદના મંદિરો, અમદાવાદની મિલો, અમદાવાદી ખાણું અને અમદાવાદી નાણું.
પણ આજે એક અમદાવાદી તરીકે અમદાવાદની સફર એક નવી નજરે કરાવવી છે જે શ્રેણી નું નામ છે
"મારી નજરે
અમદાવાદ...."
૬૦૦ વર્ષ થી પણ વધુ વર્ષો નો વિરલ
વારસો લઈને અડીખમ ઉભું છે મારૂ અમદાવાદ. ચાલો લઈ જાવ તમને અમદાવાદની અદભુત અને
અવિસ્મરણીય સફરે.
આજ થી ૬૦૦ વર્ષ પહેલા એટલે કે ઈ.સ.
૧૪૧૧ ની આજુબાજુ જ્યારે અહેમદશાહ બાદશાહ ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ તરફથી
દક્ષિણમાં આવતા હતા ત્યારે સાબરમતી નદીના કિનારે જોયું કે સસલા નાં ટોળાંએ કૂતરા
પર હુમલો કરીને કુતરા ને ભગાડી દીધા.
આવી સસલાંની આક્રમક વૃત્તિને જોઈ ને
સુલતાન પ્રભાવિત થઈ ગયા અને એ જ ક્ષણે અહમદશાહે પોતાનાં કાફલાને ત્યાં રોક્યો અને
છાવણી સ્થાપી. અને નંખાયો અમદાવાદ શહેરનો પાયો.
એટલે જ કહેવાય છે કે
"જબ કુત્તે પે સસ્સા ધાયા તબ,
અહમદશાહને અમદાબાદ બસાયા."
આજનું આસ્ટોડિયા એટલે કે આપણા માટે
ભજીયા બજાર પરંતુ આ આસ્ટોડિયા તે વખતે "આશાવલ" તરીકે ઓળખાતું.
આશાવલ એ "આશાભીલ" નામના આદિવાસી રાજાના ના તાબામાં હતું. એવું કહેવાય છે
કે આશા ભીલ ની પુત્રી તેજા
ના પ્રેમમાં સુલતાન પડ્યો અને અહમદશાહે તેજા સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ સુલતાન પાટણ થી પોતાની છાવણી ને અમદાવાદ
લઇ આવ્યા હતા અને અહીં રહેવાનું શરૂ કર્યું આજે પણ "આશાભીલ નો ટેકરો" કહેવાતી જગ્યા
આસ્ટોડિયા માં મોજુદ છે. ક્યારેક આસ્ટોડિયા જાવ તો જોતા આવજો.
છે ને જાણેલા સ્થળ ની અજાણી વાતો...
આવતા અંકે હું માણેક-ચોકમાં તમારી રાહ જોઈશ....

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો