પોસ્ટ્સ

Episode - 7 મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં

છબી
મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં જો તમને કોઈ કામ સોંપવામાં આવે તો તમે કેટલા વર્ષો સુધી કરો ? સ્વાભાવિક છે કે આપણે એવું કહીએ કે હું જીવું ત્યાં સુધી આ કામ કરીશ પરંતુ મારા છોકરાઓ કે ભાવિ પેઢીનું નક્કી નહીં એ કરે કે ના પણ કરે. પરંતુ અમદાવાદની પોળમાં હજુ પણ એક કામ છેલ્લા ૬૦૦ વર્ષ થી થઈ રહ્યું છે. શું વાત કરો છો ?                                            હા , અહમદશાહ બાદશાહના હુકમથી શરૂ થયેલું નૌબતખાનાં આજ સુધી અવિરતપણે બાદશાહના હુકમનું પાલન કરી રહ્યું છે. નૌબત ખરેખર એક પ્રકારનું સંગીત છે જે શેહનાઈ (શરણાઈ) અને ઢોલ - નગારા નો ઉપયોગ કરીને વગાડાય છે. રાજાના હજીરા પાસે આવેલું નૌબતખાનાં બાદશાહ દ્વારા નિમાયેલા ખાસ સંગીતકારો અમુક ચોક્કસ સમય અને ચોક્કસ પ્રસંગોપાત પર નૌબત   વગાડતાં હતાં. નૌબતખાનાં ના સંગીતકારો સુલતાનના આવા-ગમન , રાજવી મહેમાનો ની ખુશામત પર , રાજપરિવાર ના ...

Episode - 6 મારી નજરે અમદાવાદ.... અમૃતવર્ષીની વાવ

છબી
અમદાવાદના સારંગપુર ની નજીક આવેલા પાંચકુવા વિસ્તારની આ વાત છે. જે તે સમયે એ વિસ્તારમાં આવેલા પાંચ કુવા ને લીધે જાણીતી થયેલી આ જગ્યા.    આજે કાપડ બજારથી ધમધમતા અને વાહનોના ટ્રાફિક માં ખોવાઈ ગયેલી જમીનની અંદર પાણી નો અમૃતકુંભ લઈને ઉભેલી એક વાવ. એ વાવ એટલે "અમૃતવર્ષીની વાવ." Amritavarshini Stepwell, Panchkuva, Ahemdabad આ વાવ પાંચ કુવા વિસ્તારમાં આવેલી હોવાથી તે પાંચ કૂવા વાવ તરીકે પણ જાણીતી છે. જમીનની નીચે ત્રણ માળમાં આવેલી આ વાવ 50 ફૂટ ઉંડી છે. અમૃતવર્ષીની વાવ નું બાંધકામ ગુજરાતના મુગલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૭૨૩ માં આ વાવને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગુજરાતની આ એકમાત્ર વાવ છે કે જેનું બાંધકામ " L" આકાર માં થયેલું છે જેને કારણે આ વાવને " કાટખૂણી વાવ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કાટખૂણી વાવ ( " L"  આકાર ) આ વાવ ઓછી કોતરણી અને સરળ બાંધકામ ધરાવે છે. કમાનો વાળી આ વાવ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યની મિશ્ર શૈલી નો નમુનો છે. ૧૯૬૯માં ગુજરાત સરકાર દ્વારા આ વાવને રાજ્ય સંરક્ષિત સ્મારક ઘોષિત...

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ

છબી
અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં પાણી તાણ હંમેશા વર્તાતી રહી છે. આથી જ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના પ્રશ્નો નિવારવા માટે લોકો કુવા અને વાવનું નિર્માણ કરાવતા. આજે આપણે એવી જ એક વાવ ની વાત કરીશું જેનું નામ છે દાઈ હરીરની વાવ. હા, દાઈ હરીરની વાવ જેને આપણે આજે દાદા હરિ ર  વાવ તરીકે ઓળખીએ છીએ. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી દાઈ હરીરની વાવ મોહમ્મદ શાહ ના સમયમાં " બાઇ હરિર સુલતાની  " એ બંધાવી હતી. હરિર સુલતાની એ મોહમ્મદ શાહ ના દરબારમાં એક શક્તિશાળી અને ચતુર નિરીક્ષક હતા તેઓએ ખુદ આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. એ સમયમાં ૩, ૨૯,૦૦૦ મોહમ્મદી (એ વખતનું ચલણ) એટલે કે ત્રણ લાખ રૂપિયા ના ખર્ચે બનાવાઈ હતી. હરિર સુલતાની એક પરિચારિકા હતા એટલે તેને “દાઈ” તરીકે પણ ઓળખાતા. ફોર્બ્સ સર્વે મુજબ દાદા હરીરની વાવ ને “નર્સ વેલ” પણ કહેવાય છે.  વાવ ની પાસે આવેલી આરસની તકતી પર લખ્યું છે તે મુજબ તેનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯ માં પૂરું થયું હતું. રેત પથ્થરથી બનેલી વાવની બાંધણી સોલંકી વંશના સ્થાપત્ય ને મળતી આવે છે.  બહારથી સાવ સાદી દેખાતી વાવ જ્યારે તમે અંદર ઊતરો ત્યારે ખબર પડ...

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

છબી
આજ ની અટલ એક્સપ્રેસ , કિડસ સિટી , કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય , બાલવાટિકા , લેસર શો , નૌકા વિહાર અને ચોળાફળી માટે જાણીતાં અમદાવાદ શહેર ના મણિનગર વિસ્તાર માં આવેલા કાંકરીયા તળાવ ની અજાણી વાતો ની સફરે.. . તળાવ માં પાણીની આવક માટેના દરવાજા અને નગીનાવાડી સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ એટલે કે આજના આસ્ટોડિયા ના આશા ભીલને હરાવી ને કર્ણાવતી નગરી ની સ્થાપના કરી જે આજનું મણીનગર . કર્ણદેવ સોલંકીએ પોતાના નામ પરથી કર્ણાવતી નગર અને તેની બાજુમાં “ કર્ણસાગર ” તળાવ બંધાવ્યું . એ “ કર્ણસાગર ” તળાવ એટલે જ આજ નું આપણું કાંકરિયા તળાવ . પરંતુ મોગલ સલ્તનતના પગ-પેસારા સાથે જ ઇતિહાસે પણ પાનું ઉથલાવ્યું અને કર્ણાવતી નગર અને કર્ણસાગર તળાવ તેની નીચે ધરબાઈ ગયા અને જન્મ થયો અમદાવાદનો.   કાંકરિયા તળાવ પાસે આવેલી તકતી પર લખ્યું છે તે મુજબ કાંકરિયા તળાવ નું કામ મહમ્મદ શાહ બીજાના સમયમાં શરૂ થયું અને કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજાના સમયમાં એટલે કે ઇ.સ. ૧૪૫૧   માં પૂરું થયું .   કુતુબ - ઉદ - દિન અહમદશાહ બીજા એ આ તળાવનું નામ પોતાના નામ પર થી "હોજ-એ - કુતુબ" એવું આપ્યું . એક લોકવ...

Episode -3 મારી નજરે અમદાવાદ.... હસતી બીબી નો ગોખલો

છબી
  હસનાર અને હસાવનાર સૌને ગમે !!! એવું કહેવાય છે "હાસ્ય કલાકાર ક્યારેય મરતો નથી એ તો સૌના સ્મૃતિપટ પર અમર થઈ જાય છે ." આજથી પાંચસો વર્ષ પહેલા અમદાવાદના રાજ કુટુંબમાં એક 👰"હસતી બીબી"👰 થઈ ગયા જે હજરત બિન  અબુદુલ્લાઅ અલ ઇદરસ નામના સુફી સંતના કુટુંબથી હતા.  અલ્લાહે બીબી ને જાદુઈ શક્તિ આપી હતી કે કોઈ પણ રડતા બાળકને બીબી પોતાના હાથમાં લે એટલે તે રડવાનું બંધ કરીને શાંત થઈ જાય અને હસવા માંડે. આ આસ્થા ને લઈને આજે પણ કોઈ બાળક થોડું સૂન-મૂન અથવા તો ઢીલું - પોચું થાય ત્યારે બાળકના માતા-પિતા તેને લઈને આવે છે આ હસતી બીબી પાસે. હા , આજે હસતી બીબી તો નથી પરંતુ તેનો ગોખલો જરૂર છે. રડતાં બાળકનું માથું ગોખલા પાસે અડાડીને બાળકને ગોખલો બતાવે છે અને બાળકો રડવાનું બંધ કરી દે છે. હસતી બીબીનો ગોખલો કંઈ મોટું સ્થાપત્ય નથી પરંતુ સાદા આરસ માંથી બનાવેલો નાનો ગોખલો છે અને તેની અંદર માટીના કોડિયામાં દીવો પ્રગટાવેલો છે.  Hasti Bibi no Gokhalo : Laughing lady પરંતુ અહીં વાત છે આસ્થા ની. કંઇક તો સત્ય રહેલું જ હશે ને .... તેથી જ તો ૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં પણ તેનું મહત્વ આજદિન સુધી...

Episode -2 મારી નજરે અમદાવાદ.... માણેકચોક થી માણેક બુરજ સુધી

છબી
  દિવસે સોના - ચાંદી નાં વેપારીઓ થી ઝગમગતું અને રાત્રે ખાણી-પીણી નાં રસિયાઓ થી ઉભરાતું બેવડું બજાર એટલે માણેક ચોક. આપણા સૌ માટે જાણીતા માણેકચોકની  એક  અજાણી વાત . એ માટે આપણે આજથી ૬૦૦ વર્ષ પહેલાના ઇતિહાસના સાક્ષી થવું પડશે. અહેમદશાહ  બાદશાહે જ્યારે અમદાવાદની ફરતે દિવાલ એટલે કે કોટ ચણાવવા નું કામ કરાવતા હતા ત્યારે દિવસે બનાવેલો કોટ રાત્રે તૂટી જતો હતો અને આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું . માણેકનાથ બાબા એક સિદ્ધ સંત હતા તે દિવસ દરમિયાન ચાદર ને વણતા અને રાત્રે એ ચાદરમાંથી એક તારને ખેંચીને આખી ચાદર ખોલી નાખતા અને તેની સાથે જ દિવસ દરમિયાન ચણાયેલો કોટ પણ તૂટી જતો. બાદશાહ ને કઈ ખબર પડતી ન હતી કે આવું શા માટે થઇ રહ્યું છે એટલે તેણે સરખેજના સૂફી સંત પાસે પોતાની આ વાત જણાવી ત્યારે સૂફી સંતે તેને માણેકનાથ બાબા ને મળવાની સલાહ આપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહ માણેકનાથ બાબા ને મળ્યા અને પોતે ચમત્કારી છે તે સાબિત કરવા માટે તેમને “ કરવડા ” એટલે કે જગ માં સમાઈ જવા માટે કહ્યું.   બાબા પોતાની ચમત્કારી શક્તિથી જગ ની અંદર સમાઈ ગયા અને એ સાથે જ બાદશાહે જગ નુ ઢાંકણ અને ન...