Salt to Salary



પ્રિય દોસ્તો!!!!

આજે મારે તમારી સાથે મીઠાની મીઠાશ ભરી વાતો કરવી છે. મીઠું સ્વાદે તો ખારું હોય છે તો  પણ તેને આપણે મીઠું કહીએ છીએ કેવું નહીં ????



          મીઠું સુકાઈ ગયેલા સમુદ્ર તટો અને ધરતીના પેટાળમાં રહેલા ક્ષારો તથા મૃત સજીવ ની મદદથી બનેલા ખનીજો માંથી પ્રાપ્ત થાય છે અલબત્ત માણસ મીઠાનો ઉપયોગ પશુઓ પાસેથી શીખ્યો છે. કેટલાક પશુઓ નાં માંસના નમકીન સ્વાદની સાથે સાથે તેમની નકલ વડે  ઇન્સાન એ ખડકોમાંથી મીઠાના પોપડા કોતરીને મીઠાના ઉપયોગની શરૂઆત કરી છે.


ભારતીય સંસ્કૃતિ સાથે મીઠું કંઈક અલગ રીતે જ ઓળઘોળ થયેલ છે. અહીં મીઠાને "લુણ" કહેવામાં આવે છે. "લુણ" નો બીજો અર્થ થાય છે "કરજ" અથવા "લેણું".  અહીં લગ્નમાં બહેન ભાઈનું લેણું ઉતારતી હોય તેમ લુણ ઉતારવા નો રિવાજ છે તેથી જ દીકરીઓને "લુણવંતી" કહેવામાં આવે છે. 

એકાદી આડ વાત કરી દવ જો આપણા ઘરની દિવાલોમાં પણ પાણી નો ભેજ આવે તો દિવાલ પર આપણે લૂણો લાગ્યો છે એમ કહીએ છીએ તે પણ એક પ્રકારનું મીઠું જ છે.

ભૂતકાળમાં  મીઠા ની અસાધારણ ઉપયોગીતા ને જોઈને જ તેનો બગાડ અટકાવવા માટે જો મીઠું ઢોળાઈ તો યમરાજા ને ત્યાં એ આપણે પાંપણથી ભેગું કરવું પડે એવી દાદીમાં ની વાતો આપણે બધાએ સાંભળી જ છે. 

ગુજરાતીમાં એક કહેવત છે કે "તારામાં તો મીઠું જ નથી" આનો પણ સંબંધ મીઠા સાથે જ છે. પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીની સુવાવડ ઘરે કરવામાં આવતી ત્યારે બાળકના જન્મ પછી બાળક ની જે ગર્ભ નાળ હોય છે કે જેને આપણે તળપદી ભાષામાં "મેલી" કહયે છીએ. આ મેલીને જ્યારે દાટવામાં આવે ત્યારે તેની સાથે મીઠું નાંખવામાં આવે છે જેથી  તે જલ્દી થી જમીનમાં ભળી જાય છે. આ પરથી જો કોઈ બાળક મુર્ખામી ભર્યું કામ કરતો હોય તો  મોટેરાઓ તેને રોકતા એમ કહે છે "કોણે તારા માં મીઠું નાખ્યું છે?" તારામાં તો સાવ મીઠું (અક્કલ) જ નથી.

હવે એક અજાયબ અને છેલ્લી વાત...

મીઠા ને રોમન માં "સાલ" કહેવાય છે કારણ કે એ ભાષામાં સાલસ એટલે તંદુરસ્તી! તેના પરથી અંગ્રેજી શબ્દ આવ્યો "સોલ્ટ".

સમ્રાટ સીઝર રોમમાં સૈનિકોને વેતન પેટે નમક ની થેલીઓ આપતો. જેને "સેલારિયમ" કહેવાતી. આજે પણ કંઈક કામના બદલામાં સમયાંતરે આપવામાં આવતા આર્થિક ભથ્થા ને  "સેલારિયમ" કહેવાય છે. અને આ પર થી શબ્દ આવ્યો "સેલરી" જેને આપણે કહીએ છીએ પગાર અથવા તો વેતન.

એટલે જ કહેવાય છે કે આપણે જ્યાંથી સેલરી લેતા હોય તેનું ખોટું ના કરવું જોઈએ. અને ત્યાંથી જ શબ્દ આવ્યો છે કામ ની વફાદારી માટે "નમકહલાલ" અને ગદ્દારી માટે  "નમકહરામ"





ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ