Episode -2 મારી નજરે અમદાવાદ.... માણેકચોક થી માણેક બુરજ સુધી
દિવસે સોના - ચાંદી નાં વેપારીઓ થી ઝગમગતું અને રાત્રે ખાણી-પીણી નાં રસિયાઓ થી ઉભરાતું બેવડું બજાર એટલે માણેક ચોક. આપણા સૌ માટે જાણીતા માણેકચોકની એક અજાણી વાત . એ માટે આપણે આજથી ૬૦૦ વર્ષ પહેલાના ઇતિહાસના સાક્ષી થવું પડશે. અહેમદશાહ બાદશાહે જ્યારે અમદાવાદની ફરતે દિવાલ એટલે કે કોટ ચણાવવા નું કામ કરાવતા હતા ત્યારે દિવસે બનાવેલો કોટ રાત્રે તૂટી જતો હતો અને આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું . માણેકનાથ બાબા એક સિદ્ધ સંત હતા તે દિવસ દરમિયાન ચાદર ને વણતા અને રાત્રે એ ચાદરમાંથી એક તારને ખેંચીને આખી ચાદર ખોલી નાખતા અને તેની સાથે જ દિવસ દરમિયાન ચણાયેલો કોટ પણ તૂટી જતો. બાદશાહ ને કઈ ખબર પડતી ન હતી કે આવું શા માટે થઇ રહ્યું છે એટલે તેણે સરખેજના સૂફી સંત પાસે પોતાની આ વાત જણાવી ત્યારે સૂફી સંતે તેને માણેકનાથ બાબા ને મળવાની સલાહ આપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહ માણેકનાથ બાબા ને મળ્યા અને પોતે ચમત્કારી છે તે સાબિત કરવા માટે તેમને “ કરવડા ” એટલે કે જગ માં સમાઈ જવા માટે કહ્યું. બાબા પોતાની ચમત્કારી શક્તિથી જગ ની અંદર સમાઈ ગયા અને એ સાથે જ બાદશાહે જગ નુ ઢાંકણ અને ન...